ઇતિહાસ
તલોદનું નામ કારણ
એક સમયે આજુબાજુના તેર ગામોનું પાણી તાલોદગામના તળાવમાં એકઠું થતું એટલે તેરોદ નામે જાણીતું થયું અને તેરોડ માંથી તાલોદ નામ પડ્યું તેવી દંતકથા છે.
તાલોદ તાલુકો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની દક્ષિણ દીશામાં આવેલ છે. પ્રાંતિજ તાલુકામાંથી સને ૧૯૯૭માં તાલુકા/જિલ્લા વિભાજન વખતે પ્રતિજ તાલુકા માંથી વિભાજીત કરી તાલુકો બનેલ છે. આ તાલુકા માં મોટા ભાગની ૮૦% બક્ષીપંચ જ્ઞાતિની વસ્તી છે. અને મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી છે.
શહેરમાં સુજલામ સુફલામ કેનાલ તથા નર્મદા કેનાલની અન્ડરગ્રોઉંન્દ લાઈન પણ આવેલી છે, શહેરના મુખ્ય મથક તાલોદ મુકામે સાબરકાંઠા જિલ્લાની સૌ પ્રથમ સને ૧૯૬૦થી આર્ટસ અને સાયન્સ કોલેજ તથા ૧૯૬૩થી કોમર્સ કોલેજ શરુ થયેલ છે કોલેજ શરુ થયેલ છે કોલેજ શિક્ષણનો તે સમયે ૩૦ થી ૪૦ કિ.મી.અંતરના ગામ/શહેરના લોકોએ સારો લાભ મેળવેલ છે તાલોદ મુકામે ૧૯૫૩થી એ.પી.એમ.સી. શરુ થયેલ છે જે હાલમાં રાજ્યના બીજા ક્રમે આવે છે.તાલોદ શહેર રેલ્વે તથા સ્ટેટ હાઈવે થી જોડાયેલ છેયી શહેરમાં ઈંટ અને માટીનો પ્રકારની બંધાકી ધરાવતા રહેઠાણના મકાનો,જેમાં ઈંટ માટીનો ઉપયોગ થતો જોવા મળે છે.હાલના સમયમાં આધુનિક બાંધકામોમાં સિમેન્ટ કોન્ક્રીટનું પ્રમાણ પણ જણાય છે.