ડિઝાસ્ટર મુદ્દાઓ

ડિઝાસ્ટર મુદ્દાઓ

  • મુદ્દા નં. ૧ :: નગરપાલિકા વિસ્તાર માં વાવાઝોડા અને અતિવૃષ્ટિ સંબંધમાં ઉભી થયેલ સ્થિતિ વારંવાર સમિક્ષ કરવામાં આવે છે.
  • મુદ્દા નં. ૨ :: આવશ્યક સેવાના કર્મચારીઓને સતત એલર્ટ રાખવામાં આવે છે અને તેઓને આવા સમયે રજા મંજુર કરવામાં આવતી નથી.
  • મુદ્દા નં. ૩ :: તલોદ નગરપાલિકાના સાધનો જેવાકે ટ્રેકટર, ટ્રેલર, ટેન્કર વિગેરેની સાધનો બિલકુલ ચાલુ હાલતમાં છે અને જરૂરિયાત સમયે ઉપયોગમાં લઇ સકાય તેમ છે.
  • મુદ્દા નં. ૪ :: નગરપાલિકા વિસ્તાર માં પાણી ના પુરવઠા અંગે પુરતી તકેદારી રાખવામાં આવે છે અને બ્લીચીંગ પાવડર ક્લોરીનેસન માટે અને જંતુનાસક દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ રોગચાળો ફેલાય નહિ તેના માટે તકેદારી ના પગલા લેવામાં આવે છે તેમજ અવાર-નવાર દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.
  • મુદ્દા નં. ૫ :: નગરપાલિકા વિસ્તાર ના તમામ વોર્ડ, શેરીઓ માં અને લતાઓ માં તેમજ અન્ય સ્થળે સફાઈ ની કામગીરી હાલમાં ચાલુ છે. ગંદકી ના અગર કચરાના કોઈ ઢગલા પડી ન રહે તે માટે અત્રેથી પુરતી કાળજી લેવામાં આવે છે.
  • મુદ્દા નં. ૬ :: વાવાઝોડા ની શક્યતા અંગે ખેડબ્રહમા દૂધ ઉદ્પાદક સહકારી મંડળી ની માલિકીના સાયરનની નગરની પ્રજાજનોને સાવચેત રાખવા માટે પ્રબંધ કરવામાં આવેલ છે.
  • મુદ્દા નં. ૭ :: આકસ્મિક સંજોગોમાં વીજપુરવઠો ખોરવાય ત્યારે ન.પા.ના વાયરમેન તેમજ ગુજરાત વિધુત બોર્ડ તલોદના વાયરમેન તેમજ ઓપરેટર મારફતે વીજપુરવઠો પૂર્વવત ચાલુ કરવામાં અને મરામત કરવા જરૂરી સંકલન કરવામાં આવેલ છે.
  • મુદ્દા નં. ૮ :: વાવાઝોડાના પ્રસંગે આશ્રયસ્થાનોમાં તાલુકા શાળા નં.૧ અને કન્યા શાળાના આચાર્યશ્રી ઓ સાથે સંકલન કરેલ છે. અને જે તે સમયે તત્કાલીન સરળતાથી ચાવીઓ મળી રહે તે માટે નગરપાલિકા ના જવાબદાર કર્મચારીઓને સુપ્રત કરેલ છે અને તેઓને ટેલીફોન નંબર ----- છે જે ધ્યાન લેવા વિનંતી.
  • મુદ્દા નં. ૯ :: તલોદમાં નગરપાલિકા વિસ્તારમાં આશ્રયસ્થાનો અને સ્થળાંતર કરવાના પ્રસંગોએ તાકીદે સ્થળાંતર થાય છતે માટે ન.પા.ના ચાર ટ્રેકટરો તેમજ મજુરો કાર્યરત કરેલ છે.
  • મુદ્દા નં. ૧૦ :: ભૂતકાળ માં પાણી ભરાઈ રહેવાના પ્રસંગો બનવા પામેલ નથી તેમજ આ ન.પા વિસ્તાર માં ભૂગર્ભ ગટરો હયાત નથી પરંતુ ખુલ્લી ગટરો હયાત છે જે નિયમત સાફ કરવામાં આવે છે અને ચોમાસામાં પાણીનો સહેલી થી નિકાલ થઇ સકે તેમ છે.
  • મુદ્દા નં. ૧૧ :: ન.પા વિસ્તાર માં વાવાઝોડું / વધુ વરસાદ ના સમયની પરિસ્થિતિ નુકસાનની માહિતી સબંધ માં કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં ફોન નં – ----- / ----- ફેક્સ નં – ---- ઉપર સતત સંપર્કમાં રહીને માહિતી પૂરી પાડવામાં આવશે તેવી નોધ લીધી છે.
  • આમ ઉપર જણાવેલ હકીકત ન.પા વિસ્તાર માં સંભવિત વાવાઝોડા અને ચોમાસાની તૈયારીઓ કરવામાં આવેલ છે જે આપ સાહેબને વિદિત થાય છે.