જાહેર સફાઈ ની કામગીરી

જાહેર સફાઈ ની કામગીરી

તલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ જાહેર માર્ગો ઉપર સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી માં તમામ સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે . તેમજ નગરપાલિકા વિસ્તારમાં ઓપન ગટરોની નિયમિત સફાઈ ની કામગીરી રોજેરોજ પૂર્ણ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. હાલમાં નગરપાલિકા પાસે કુલ ૬ ટ્રેકટર ઉપલબ્ધ છે જેમાં એક ટ્રેકટર ઉપર લોડર લગાવવામાં આવેલ છે . તે હાલ રીપેરીંગ માં છે. એક ટ્રેક્ટર દ્વારા રોજ રોજ કન્ટેનર ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે . બે ટ્રેક્ટર દ્વારા પાણી નું ટેન્કર લગાવી નગરમાં પાણીની અછત ના કારણે પહોચાડવામાં આવે છે . એક ટ્રેક્ટર નગર માં સફાઈ ના કામે ફેરવવામાં આવે છે અને એક ટ્રેક્ટર ધરોઈ ડેમમાં પાણીની સમસ્યાના કારણે ત્યાં આપવામાં આવે છે . યુ.ડી.સી. દ્વારા તલોદ નગરપાલિકાને ૪૭ કન્ટેનર આપવામાં આવે છે . અને આ કન્ટેનર નિયત જગ્યાએ મુકવામાં આવેલ છે . જેમાંથી બે કન્ટેનર તૂટી ગયેલ છે .