આ તાલુકાનનું હવામાન ગરમી સભર જોવા મળે છે અને વરસાદ વર્ષમાં ૧૦૧ દિવસોમાં નોધાય છે. વર્ષમાં ચાર ઋતુઓ અનુભવાય છે .ડીસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન ઠંડીની ઋતુ, ત્યારબાદ માર્ચથી મેં સુધી ઉનાળો,જુન થી સપ્ટેમ્બર સુધી નેતૃત્યના મોસમી પવાનો, ઓક્ટોમ્બર થી નવેમ્બેર દરમિયાન વરસાદ પછીની શરદ ઋતુ છે.
વરસાદ
આ તાલુકાનું વર્ષનો સરેરાશ વરસાદ ૩૩ સે.મી જેટલો છે. વરસાદ મધ્યમ કહી શકાય તેવો પડે છે. દક્ષિણ-પૂર્વ થી દક્ષિણ-પશ્વિમ વિસ્તારમાં વરસાદ જુલાઈથી સપ્તેમ્બેર દરમિયાન પડે છે. મોસમનો ૯૦ ટકા વરસાદ આ સમયગાળામાં જ પડે છે. ક્યારેક શિયાળાની ઋતુમાં પશ્ચિમના પવનો વરસાદ લાવતા હોય છે.ઓછા વરસાદ અને ઓછા સમયગાળામાં પડતા વરસાદને કારણે ખેતી મહદંશે નહેર સિંચાઈ અંદ ટ્યુબવેલ/ કુવા મારફતે થતી જોવા મળે છે.