ચીફ ઓફિસર તરીકે ધ્યાને લેવાતા મુદ્દા

ચીફ ઓફિસર તરીકે ધ્યાને લેવાતા મુદ્દા

 
લોકો પ્રત્યેનું વલણ

        • લોકોની ફરિયાદો ધ્યાનથી શાંતિથી સંભાળવી.

        • સંલગ્ન કર્મચારી ને રૂબરૂ બોલાવી પ્રશ્નની વિસ્તૃત ચર્ચા કરવી.

        •લોકોને ફરિયાદની કામગીરીની જરૂરિયાતને ધ્યાને લઇ અગત્યની કામગીરી હોય તથા રૂ. ૫૦૦૦ ની મર્યાદાનું ખર્ચ હોય ટો તાત્કાલિક કરવું.

        • ખર્ચનો અંદાજ વધારે હોય ટો ખાસ ડાયરીમાં નોંધ રાખવી અને પ્રમુખશ્રી ના ધ્યાને મુકવું તથા આગામી કારોબારી/જનરલ સભામાં કામ મંજુર કરાવી આગળ ની કાર્યવાહી હાથ ધરવી.

        • લોકો ની ફરિયાદ સાંભળી સંબધિત કર્મચારીને તાત્કાલિક સ્થળ તપાસ માટે મોકલવો . જરૂર પડેથી જાત તપાસ કરી ઉકેલ કરવો.

        • લોકોની ફરિયાદ/પ્રશ્નોની રજૂઆત અન્વયે નગરપાલિકા ની કામગીરી કરવાની સઘળી પ્રક્રિયાની જાણકારી આપવી જેથી કાર્ય પદ્ધતિ લ્હ્યલ આવે અને તાત્કાલિક ધોરણે કરવાનો પ્રશ્ન રહે નહિ.

        • સફાઈ,પાણી તથા સ્ટ્રીટ લાઈટ જેવી ફરિયાદો નો નિકાલ તાત્કાલિક કરવો.

કર્મચારી પાસેથી કામગીરી લેવા માટે


• કર્મચારીની સંખ્યાને ધ્યાને લઇ કામગીરીની વહેચણી કરવી.

• કર્મચારીની હોશિયારી,આવડત ,ધગશ ને ધ્યાને લઇ કામગીરી સોપવી.

• કર્મચારીની નિયમિતતા તથા સોંપેલ કામગીરીનો નિકાલ થાય તે જોવું.

• અગત્યની કામગીરીની દૈનિક નોંધ રાખી ,સંલગ્ન કર્મચારીને કામ કરવા સુચના આપવી.

• સારી કામગીરી કરનાર કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા.

• સમય અંતરે સ્ટાફની મીટીંગ કરી કામોની સમીક્ષા કરવી,કામ નહિ થવાની ચર્ચા તથા કારણો શોધવા અને તેના નિકાલ માટે સુચના આપવી.

સાથે રાખવાની અગત્યની માહિતી

નગરપાલિકાની વસ્તી,વોર્ડ તથા વિસ્તાર

• મહેકમ વિગત : કર્મચારીની સંખ્યા ,મહેકમ આવક તથા ખર્ચ

• વેરાની વિગતો : નાખેલ વેરાના દર,કુલ વાર્ષિક માંગણું તથા વસુલાત

• કુલ મિલકતો : રહેણાંક ,વાણીજ્ય , અન્ય

• ગુમાસ્ત ધારાની વિગત : નોંધણી થયેલ સંસ્થાની સંખ્યા ,દુકાનો ,હોટલ,થીયેટર ,કારખાના વિગેરે

• વ્યવસાયવેરાની વિગત : કરદાતાની સંખ્યા તથા વસુલાત

• પે એન્ડ યુઝ તથા વ્યક્તિગત ટોયલેટની માહિતી

• શહેરી ગરીબોની વિસ્તાર , સંખ્યા તથા કરેલ આયોજન

• પાણીના કનેક્શનની વિગતો

• સ્ટ્રીટ લાઈટની વિગતો

• વાહનોની વિગતો

• વોટર વર્કસની વિગતો

• નગરપાલિકાની મિલકતોની વિગતો

• સરકારી તમામ યોજનાની માહિતી